Dr. BabaSaheb Ambedkar Open University

'Jyotirmay' Parisar, Dr. Babasaheb Ambedkar Open University Marg, S.G.Highway, Chharodi, Ah'd - 382481.
Email : admission.info@baou.edu.in,   Toll Free No. : 1800 233 1020, +91 2717 297170

Online Admission Form ભરવા અંગે અગત્યની સૂચનાઓ


                   Vocational & Professional Course 
• ઓનલાઈન રિ-રજીસ્ટ્રેશન મેળવવા માટે નીચે જણાવેલ સ્ટેપ મુજબ ફોર્મ ભરવાનું રહેશે.          
1. Registration          
2. Sign In          
3. Pay Fees          
4. Form Entry          
5. Document Uploads          
6. Print Form
>>>પ્રવેશાર્થીએ પ્રવેશફોર્મની એન્ટ્રી Mozilla બ્રાઉઝરમાં જ કરવાની રહેશે.
>>>પ્રવેશાર્થી ને Online Application Form ભરવામાં જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો kmro@baou.edu.in ઈ-મેલ Id પર Screen Shot,Username અને Password ઈ-મેલ કરવો.
>>>  Step-01 : Registration:
• પ્રવેશાર્થીએ સૌ પ્રથમ I-Card માં દર્શાવેલ નોંધણી નંબરથી તથા જે વર્ષ (SY/TY/M.A-II/SEM-2, 3, 4, 5, 6/YR-2 )માં પ્રવેશ મેળવવાનો હોય તે વર્ષ સિલેક્ટ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
• પ્રવેશાર્થીએ પોતાનું નામ I-Card માં દર્શાવેલ નામ મુજબ જ ભરવાનું રહેશે.
• પ્રવેશાર્થીએ જાતિ અને કોર્સ પસંદ કરવાનો રહેશે.
>>>  Step-02 : Sign In:
• SY/TY/M.A-II/SEM-2, 3, 4, 5, 6/YR-2 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સિસ્ટમ દ્વારા On-screen User Name & Password મેળવી શકાશે, જેનાથી Sign In કરી શકશે.
• Sign In કરતા પહેલા પ્રવેશાર્થીએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
• પ્રવેશાર્થી પોતાનો Password બદલી શકશે જેમાં પ્રવેશાર્થી જૂનો Password આપી નવો Password Set કરી શકશે.
>>>  Step-03 : Pay Fees:
પ્રવેશાર્થીએ ‘Pay Fees’ ૫ર ક્લીક કરવાનું રહેશે.e-Challan,Payment Gateway થી (Debit Card/Credit Card/Net Banking) વિકલ્પ થી ફી ભરવાની  રહેશે.

 
>>>  Step-04 : Form Entry:
• પ્રવેશાર્થીએ માહિતી પુસ્તિકામાં આપેલ કોર્સ પ્રમાણે સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે.
• પ્રવેશાર્થીએ પોતાનું પૂરું સરનામું (ઘર નંબર, સોસાયટી/મહોલ્લો/એરિયા, શહેર, જિલ્લો, પીન કોડ અને મોબાઈલ નંબર) વગેરે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
• પ્રવેશાર્થીએ પોતાની Personal Details માં Birthdate, Religion, Blind, Handicap, Sex, Professional, Income વગેરે વિગત ભરવાની રહેશે.
• પ્રવેશાર્થીને Payment અંગેનો જે વિકલ્પ પસંદ કરેલ હશે તે સિલેક્ટ કરી તેની વિગત (જનરલ નંબર, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ) ભરવાની રહેશે.
• તમામ માહિતી ભર્યા બાદ પ્રવેશાર્થીએ Save બટન પર ક્લિક કરવાનું રહેશે.
>>>  Step-05 : Document Uploads:
• પ્રવેશાર્થીએ Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ડોક્યુમેન્ટ (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ , ફીની રીસીપ્ટ) અ૫લોડ કરવાના રહેશે. (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રીસીપ્ટની size 100kb થી 150kb સુધીની અપલોડ કરવાની રહેશે.)
• પ્રવેશાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે.
>>>  Step-06 : Print form :
• પ્રવેશાર્થીએ Print Form આપતા પહેલા તમામ વિગતો ચેક કરવાની રહેશે.
• પ્રવેશાર્થી જ્યાં સુધી Final-Submission ન કરે ત્યાં સુધી ફોર્મમાં સુધારો કરી શકશે.
• પ્રવેશાર્થીએ ત્યારબાદ Final-Submission બટન પર ક્લીક કરવાનું રહેશે.
• પ્રવેશાર્થીએ E-Admission Form પ્રિન્ટ કરી નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
1. I-Card
2. કાસ્ટ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
3. ફીની રીસીપ્ટ

Developed by Computer Department, BAOU