Note:-
1) જુલાઈ-2023 સત્રથી જે-તે પ્રવેશાર્થી/વિદ્યાર્થી રેગ્યુલર અભ્યાસક્રમના
રજીસ્ટ્રેશન વખતે અભ્યાસસામગ્રી માટે હાર્ડ કોપી (પુસ્તકો સાથે)નો વિકલ્પ પસંદ
કર્યા બાદ અભ્યાસસામગ્રી જો સેન્ટર પરથી મેળવવી હશે તો તેના માટેનો પોસ્ટેજ ખર્ચ
ચૂકવવાનો રહેશે નહિ પરંતુ જો પોતાના ઘરે મેળવવી હશે તો નીચે મુજબની વિગતે પોસ્ટેજ
ખર્ચ માટેની રકમ અભ્યાસક્રમ ફીની સાથે ભરવાની રહેશે. સદર વિકલ્પ એકવાર પસંદ કર્યા
બાદ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહિ.
2) જે-તે વિદ્યાર્થીએ પુસ્તકો બાબતે જે વિકલ્પ પસંદ કરેલ હશે તે જ વિકલ્પ ફાઈનલ રહેશે, જેમાં પછીથી કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહિ.
વિગત |
મટીરીયલ પોસ્ટેજ ખર્ચ |
તમામ સર્ટિફિકેટ અભ્યાસક્રમ |
Rs.100/- |
તમામ ડિપ્લોમા/પી.જી. ડિપ્લોમા અભ્યાસક્રમ |
Rs.180/- |
તમામ સ્નાતક/અનુસ્નાતક અભ્યાસક્રમ |
Rs.250/- |
(ઉપરોક્ત બાબત ગુજરાત રાજ્ય પૂરતી સીમિત રહેશે)
2) જુલાઈ-2022 પ્રવેશ સત્રથી જે-તે પ્રવેશાર્થી/વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન
વખતે સોફ્ટ કોપી (પુસ્તકો વિના)નો વિકલ્પ પસંદ કરેલ હશે તેઓને જે-તે અભ્યાસક્રમની
નિયત કરેલ ફીમાં નીચે મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમજ આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની
વેબસાઈટ પરથી ઈ-મટીરીયલ મેળવવાનું રહેશે.
- 1) રેગ્યુલર : ડિગ્રી, પી.જી. ડિપ્લોમા, ડિપ્લોમા, સર્ટિફિકેટ અભ્યાસક્રમો : 10 %
- 2) વોકેશનલ એન્ડ પ્રોફેશનલ અભ્યાસક્રમો : 05 %
3) જે પ્રવેશાર્થી/વિદ્યાર્થીએ અભ્યાસસામગ્રી માટે સોફ્ટ કોપી (પુસ્તકો વિના)નો વિકલ્પ પંસદ કરેલ હશે અને પછીથી તેઓ વિકલ્પ બદલવા માગતા હશે તેવા વિદ્યાર્થીઓએ એડમીશન થયા બાદ, તેઓએ યુનિવર્સિટી કાર્યાલય ખાતે રૂબરૂ આવીને જે-તે અભ્યાસક્રમ માટેની બાકીની ખૂટતી રકમ + વિકલ્પ સુધારણા ફી રૂ.500/- ભરીને યુનિવર્સિટી કાર્યાલય ખાતેથી અભ્યાસસામગ્રી મેળવવાની રહેશે.
4) DYS અભ્યાસક્રમમાં ફોર્મ ભરનાર પ્રવેશાર્થીઓએ ડોક્યુમેન્ટ અપલોડમાં 10+2 ની માર્કશીટ અથવા CYS નું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે.